દરેક ભાષા બોલનારાઓને મોઢે કેટલાંક સુભાષિતો રમતાં હોય છે જ. સુભાષિતો એટ્લે સુંદર બોધ. મુશ્કેલીને વખતે આવાં સુભાષિતો માણસને રસ્તો સુડાજે છે. જૂના વખતના રાજાઓઆવાં સુભાષિતો લાખ લાખ રુપિયા આપીને પંડિતો પાસેથી મેળવતા. આવાં સુભાષિતોનો ખજાનો મેં એક જૂની ચોપડી ‘’સાહિત્ય કિરણાવલી’’ માંથી લીધેલ છે.
બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં,---1
પીંપળ પાન ખરંતા, હસતી કુંપળિયાત,
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં. ----2
કૂવા ઢાંકણ ઢાંકણું ખેતર ઢાંકણ વાડ,
બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણના ........3
કોયલડીને કાગ, વાને વરતાય નહીં
જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે. .......4
ગોડી પૂછે ગોડિયા કોણ ભલેરો દેશ?
સંપત હોય તો ઘર ભલા, નહીં તો પરદેશ.....5
ધન જોબન ને ઠાકરી તે ઉપર અવિવેક;
એ ચારે ભેગાં હુવાં,અનરથ કરે અનેક;.... 6
ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચીલે કપૂત;
પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ સપૂત...7
બે’રા આગળ ગાવણું, મૂંગા આગળ ઘાલ;
અંધા આગળ નાચવું, એ ત્રણે હાલહવાલ....8
મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;
ઘોડો ભાંગ્યો ખેડતાં,એને નહીં સાંધો નહીં રેણ....9
ઘેલી માથે બેડલું, મરકટ કોટે હાર;
જુગારી ગાંઠે ગર્થ તે ટકે કેટ્લી વાર? ....10
વિપત પડે ના વલખીએ, વલખે વિપત ના જાય;
વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપત ને ખાય. ......11
મેમાનુંને માન , દલભર દલ દીધાં નહીં;
માણસ નહિં પણ મસાણ, સાચું સોરઠિયો ભણે.....12
દળ ફરે વાદળ ફરે ફરે નદીનાં પૂર
શૂરા બોલ્યા ના ફરે પસ્ચિમ ઉગે સૂર. .......13
કંથા રણમાં પેઠકે , કેની જોવે વાટ;
સાથી તારાં ત્રણ છે. હૈયું કટારી હાથ. ......14
ઋતુએ ઊગે મોગરા, ઋતુએ આવે ફૂલ,
ઋતુ વિનાનું ચાહિયે , તેતો ધુળે ધુળ્. ......15
અગર બળંતાં ગુણ કરે, ને સુખડ ઘાસંતાં;
શૂર હોય તે રણ ચડે, ને કાયર નાસંતા. 16
ગુણની ઉપર ગુણ કરે એ તો વે'વારા વટ્ટ;
અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ. 17
ચંગા માઢુ ઘર રહે, ત્રણ અવગુણ હોય;
કાપડ ફાટે , ઋણ વધે, નામ ના જાણે કોય. ...18
Thursday, March 29, 2007
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં,---1
પીંપળ પાન ખરંતા, હસતી કુંપળિયાત,
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં. ----2
Sundar ! Maara Gamta subhaashito !!
Good work
સરસ
Post a Comment