Thursday, January 18, 2007


હરિ ! આવો ને !

આ વસન્ત ખીલે શતપાંખડી , હરિ ! આવો ને ;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ ; હવે તો હરિ ! આવો ને .
આ વિશ્વ વદે છે વધામણી , હરિ ! આવો ને ;
આવી વાંચો અમારા સોભાગ્ય ; હવે તો હરિ ! આવો ને.
આ ચંદરવો કરે ચન્દની , હરિ ! આવો ને ;
વેર્યાં તારલિયાના ફુલ ; હવે તો હરિ ! આવો ને.
પ્રભુ પાથરણાં દઇશ પ્રેમનાં , હરિ ! આવો ને ;
દિલ વારી કરીશ સહુ ડુલ ; હવે તો હરિ ! આવો ને.
આ જળમાં ઉઘડે પોયણાં , હરિ ! આવો ને ;
એવા ઉઘડે હૈયાના ભાવ : હવે તો હરિ ! આવો ને.
આ માથે મયંકનો મણિ તપે , હરિ ! આવો ને ;
એવા આવો જીવનમણિ માવ ! હવે તો હરિ ! આવો ને.
આ ચંદનીભરી છે તળાવડી , હરિ ! આવો ને ;
ફુલડીયે બાંધી પાજ ; હવે તો હરિ ! આવો ને.
આ આસોપાલવને છાંયડે, હરિ ! આવો ને ;
મનમહેરામણ , મહારાજ ! હવે તો હરિ ! આવો ને.
મ્હારે સુની આયુષ્યની શેરીઓ , હરિ ! આવો ને ;
મ્હારે સૂની સૌ જીવનની વાટ ; હવે તો હરિ ! આવો ને.
મ્હારા કાજળ કેરી કુંજમાં , હરિ ! આવો ને ;
મ્હારા આતમસરોવરઘાટ , હવે તો હરિ ! આવો ને.
- કવિશ્રી નાનાલાલ દલપતરામ

Thursday, October 05, 2006

ધીરા ભગતનુ ભજન- હેતે હરિ રસ પીજીએ

હેતે હરિરસ પીજીએ....

કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર;
કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર.
હેતે હરિરસ પીજીએ....
સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ;
રંગ પતંગ નો ઉડી જશે, હાં રે જેમ આકડાનુ નૂર
હેતે હરિરસ પીજીએ....
કેના છોરુ ને કેના વાછરું કેના માય ને બાપ?
અઁતકાળે જાવુ એકલુ , હાઁ રે સાથે પુણ્ય ને પાપ્.
હેતે હરિરસ પીજીએ....
માળી વિણે રુડાં ફુલડાં રે કળીઓ કરે છે વિચાર;
આજનો દિવસ રળિયામણો હાં રે કાલ આપણ શિરઘાત.
હેતે હરિરસ પીજીએ....
થયા તે ત સર્વે જશે રે, નથી કાયા રહેનાર;
મરનારને તમે શું રે રુઓ? હાં રે રોનાર નથી રહેનાર.
હેતે હરિરસ પીજીએ....
દાસ 'ધીરો' રમે રંગમાં રે રમે દિવસ ને રાત;
હું અને મારું મિથ્યા કરો , હાં રે રમો પ્રભુ સંગાથ.
હેતે હરિરસ પીજીએ....
ભજન - ધીરા ભગત

Wednesday, September 27, 2006


કવિ ગંગની રચના ભૂખ વિષે આપણને ઘણું બધું કહી જાય છે.

ભૂખમેં રાજ કો તેજ સબ ઘટ ગયો ,
ભૂખમેં સિધ્ધ કી બુધ્ધિ હારી;
ભૂખમેં કામિની કામસોં તજ ગયી,
ભૂખમેં તજ ગયો પુરુષ નારી;
ભૂખમે ઓર વ્યવહાર નહિ રહત હે,
ભૂખમે રહત હે ક્ન્યા કુમારી;
કહત કવિ ગંગ નહિ ભજન બન પડત હે,
ચારહિ વેદસે ભૂખ ન્યારી.