Monday, April 30, 2007

એક કાઠિયાવાડી દુહો છેકે
"કાયા જેની કુંમળી , પડછંદ જેના પ્રાણ
સંતો ભક્તો નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ."


દાસીજીવણ / જીવણ સાહેબ

રવિ- ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ ભીમસાહેબના શિષ્ય.
જન્મ : ઇ.સ. 1750 હરિજન ચમાર જ્ઞાતિની દાફડા શાખમાં
જન્મ વતન : ઘોઘાવદર ( તા. ગોંડલ જિ. રાજકોટ )
માતા : સામબાઇ
પિતા : જગાભગત
ગુરુનું નામ : ભીમસાહેબ
શિષ્યો : પ્રેમસાહેબ (કોટડા-સાંગાણી) અરજણ ( ભાદરા)
સમાધિ : વિ..સં. 1881 આસો વદી અમાસ-દિવાળીના દિવસે : (ઇ.સ. 1825) ઘોઘાવદરમાં જીવતા સમાધિ
પુત્રનું નામ : દેશળભગત
રચના: પ્યાલો, કટારી, બંસરી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી, વગેરે રુપાત્મક ભજનો.
દાસીજીવણે સત્તર ગુરુ કર્યા. પરંતુ તેમના મનનું સમાધાન ન થયું. છેવટે તેમણે ભીમસાહેબને પોતાની મનોવ્યથા જણાવી અને ભીમસાહેબે આના જવાબમાં એક ભજન મોકલવ્યું 'જીવણ, જીવને જિયાં રાખીએ જ્યાં વાગે અનહદ તૂરાં.' અને આ ભજન ગુરુદીક્ષા બની ગયું. દાસીભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં 'રાધાનો અવતાર' તરીકે ઓળખાવે છે.નિર્ગુણ-નિરાકારની સાથે સગુણ -સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા- દાસીભાવે ગ્યાન યોગ વૈરાગ્ય, ચેતવણી, બોધ-ઉપદેશ, ગુરુમહિમા , એમ વિવિધ ભાવ સ્રુષ્ટિ ધરાવતા ઉપરાંત ભજનોના રચયિતા સંત કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં દાસીજીવણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ચમત્કારો અને પ્રસંગો

દેવીદાસ

પરબવાડી (તા. ભેંસાણ જિ. જૂનાગઢ)ની જગ્યાના સ્થાપક સંતકવિ.
જન્મ : ઇ.સ. 1725 , રબારીજ્ઞાતિમાં
જન્મ વતન : મુંજિયાસર
માતા-પિતા: જીવાભગત-પુંજાભગત અને માતા સાજણબાઇ
ગુરુનું નામ : ગુરુ લોહલંગરી જીવણદાસજી - જેરામ ભારથી કે જયરામગિરી નામથી પણ ઓળખાય છે.
શિષ્યો : શાદુળભગત ખુમાણ અને આહિર કન્યા અમરબાઇ
રચના અને સર્જન : રૂપાત્મક ભજનવાણી
પરિચય : લગ્નસંસાર અને બે પુત્રોના જન્મ પછી સંસારત્યાગ, જીવનભર રક્તપિત્તિયાંઓની સેવા કરનાર આ મહાન સંત છે.
ચમત્કારો અને પ્રસંગો


મૂળદાસજી :

ભજનિક સંત કવિ
જન્મ : ઇ.સ. 1655 , સોરઠિયા લુહાર
જન્મવતન : આમોદરા ( જિ. જૂનાગઢ)
માતાનું નામ : ગંગાબાઇ
પિતાનું નામ : ક્રુષ્ણજી
ગુરુ: જીવણદાસ લોહલંગરી
શિષ્યો : શીલદાસ, હાથીરામ અને જદુરામ
અવસાન; વિ. સં. 1835 ( ઇ.સ. 1779) ચૈત્રસુદ નોમ ને દિવસે અમરેલી ખાતે.
રચના અને સર્જન : જ્ઞાનમાર્ગી,વૈરાગ્યપ્રેરક વાણીના રચયિતા , હિન્દી ભાષામાં ' ચોવીસ ગુરુદનલીલા' અને કેટલાંક પદો તથા 'બારમાસી' હરિનામલીલા' સાસુવહુનો સંવાદ , મર્કટી નુ આખ્યાન ' ભગવદગીતાનો અનુવાદ' ભાગવતના કેટલાંક સ્કંધોના અનુવાદ વગેરે દીર્ઘ રચનાઓ.
ચમત્કારો અને પ્રસંગો

Thursday, April 26, 2007

ભાણસાહેબ
રવિ- ભાણ સંપ્રદાયના આધ્ય પુરુષ. , કબીર પંથી સંત કવિ
જન્મ : ઇ.સ. 1698 , લોહાણા જ્ઞાતિમાં
જન્મ વતન: કનખિલોડ (ચરોતર પ્રદેશ)
માતા: અંબાબાઇ
પિતા: કલ્યાણજી ઠક્કર
ગુરુનું નામ : ષષ્ટમદાસજી ( દૂધરેન )
પુત્રનું નામ : ખીમ સાહેબ
શિષ્ય : રવિસાહેબ
અવસાન : કમીજડા ગામે ઇ.સ. 1755
રચના અને સર્જન : તત્વજ્ઞાન વાળાં ભજનો
ચમત્કારો અને પ્રસંગો


રવિસાહેબ
રવિ-ભાણ સંપ્રદાયના સ્થાપક , કબીર પંથી સંત કવિ
જન્મ : ઇ.સ. 1727 , વિસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં
જન્મ વતન: તણછા ( જિ. ભરુચ )
માતા: ઇચ્છાબાઇ
પિતા: મંછારામ
ગુરુનું નામ : ભાણ સાહેબ
દિક્ષા : ઇ.સ. 1753 માં ભાણ સાહેબ પાસેથી દિક્ષા લઇ તેમને ગુરુ કર્યા.
શિષ્યો: મોરાર , ગંગ , દયાળ , લાલ વગેરે 19 જેટલા તેજસ્વી શિષ્યો
અવસાન : ઇ.સ. 1804 માં રતનદાસની જગ્યા વાંકાનેર ખાતે અવસાન
સમાધિ : મોરારસાહેબના ખંભાલીડા ગામે
રચના અને સર્જન : રામકબીર સંપ્રદાયની સાધના અને સિધ્ધાંતો પ્રમાણે યોગસાધના અને તત્વજ્ઞાન વાળાં ભજનો તથા વૈરાગ્ય, ગ્યાન , બોધ-ઉપદેશ ગુરુમહિમા અને ભક્તિશ્રુંગાર આલેખતા હિન્દી, ગુજરાતીમાં અનેક ભજનો, આધ્યાત્મિક અનુભૂતિના મર્મપુર્ણ આલેખન , ભાણગીતા, મનસંયમ બારમાસી, ભોધચિંતામણિ રામગુંજા રચિંતામણિ, ખીમ-રવિ પ્રશ્નોત્તરી , આ ઉપરાંત આરતી કટારી, પદ રેખતા, હોરી, છ્પ્પા અને સાખી જેવું વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન
ચમત્કારો અને પ્રસંગો


ખીમ સાહેબ
રવિ- ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ સંપ્રદાયના આધ્ય પુરુષ ભાણ સાહેબના પુત્ર
અને રવિસાહેબના શિષ્ય
જન્મ : ઇ.સ. 1734, લોહાણા જ્ઞાતિમાં
જન્મ વતન : વારાહી ( તા. સાંતલપુર જિ. બનાસકાંઠા)
માતા: ભાણબાઇ
પિતા: ભાણસાહેબ
ગુરુનું નામ : રવિ સાહેબ
શિષ્યો: ત્રિકમસાહેબ, ભીમસાહેબ, દાસીજીવણ
સમાધિ : રાપર (જિ. કચ્છ ) ઇ.સ. 1801 માં જીવતા સમાધિ લીધી.
રચના અને સર્જન: તેમેણે હિન્દી, ગુજરાતી, અને કચ્છી બોલીમાં અનેક ભજનો તથા 'ચિંતામણી" જેવી દીર્ઘ રચનાઓ
ખીમ સાહેબને આ સંપ્રદાયના અનુયાયીઓ 'ખલક દરિયા ખીમ' કે દરિયાપીર તરીકે ઓળખે છે. એમના જીવન વિષે અનેક ચમત્કારો આલેખાયેલા છે. હરિજન જાતિના ત્રિકમ સાહેબને તેમણે દિક્ષા આપેલી. એમણે રવિ- ભાણ સંપ્રદાયના વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપ્યા હતાં. જેમાંથી જેવા સંત રત્નોએ તો અનેક ચમત્કારો સર્જ્યા. ઇ.સ. 1781 માં રાપર (જિ. કચ્છ ) ખીમસાહેબે જગ્યા બાંધી.
ચમત્કારો અને પ્રસંગો


ત્રિકમસાહેબ
રવિ- ભાણ સંપ્રદાયના તેજસ્વી અને ચમત્કારી સંત કવિ
જન્મ : ઇ.સ. ,હરિજન ગરોડા જ્ઞાતિમાં
જન્મ વતન : રામવાવ (તા. રાપર જિ. કચ્છ)
માતા :
પિતા :
ગુરુનું નામ : ખીમસાહેબ
શિષ્યો : ભીમસાહેબ ( આમરણ ) નથુરામ ( રાધનમુર)
જગ્યા : કચ્છના વાગડ વિસ્તાર માં ચિત્રોડ ગામે ગાદીની સ્થાપના કરી.
સમાધિ : રાપર ગામે
રચના અને સર્જન : હિન્દી,ગુજરાતીમાં લખાયેલી એમની ભજનવાણી ઉપર કબીરસાહેબની વાણીનો વ્યાપક પ્રભાવ પડ્યો છે. એમાં આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યક્ત થઇ છે.
ત્રિકમસાહેબના આગમનથી આ સંપ્રદાય માં હરિજનોને સ્થાન મળ્યું. અને આગળ જતાં ઘણાં હરિજન સંત- ભક્ત અને કવિઓની સમ્રુદ્ધ પરંપરા પ્રાપ્ત થઇ.
ચમત્કારો અને પ્રસંગો